કચ્છ : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું આગમન, સફેદ રણ અને ધોળાવીરાની લેશે મુલાકાત

ઉપરાષ્ટ્રપતિ આજે ધોરડો સફેદ રણની મુલાકાત લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે.

New Update
કચ્છ : ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું આગમન, સફેદ રણ અને ધોળાવીરાની લેશે મુલાકાત

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું કચ્છ જિલ્લાના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુદેશ ધનખડ પણ ગુજરાતના પ્રવાસે પધાર્યા છે, ત્યારે કચ્છ જિલ્લાના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે મહાનુભાવોનું આગમન થતા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ સ્વાગત પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, ગ્રુપ કેપ્ટન એરફોર્સ સ્ટેશન એસ.કે.સિંઘ, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સહિત અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ આજે ધોરડો સફેદ રણની મુલાકાત લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે જ તા. 19મી ફેબ્રુઆરીના રોજ તેઓ વૈશ્વિક ધરોહર હડપ્પપન સાઈટ ધોળાવીરાની પણ મુલાકાત લેવા જઈ રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે