Connect Gujarat
ગુજરાત

કચ્છ: કેટલાક સ્થળોએ જ મળી આવતા અકીક પથ્થરનું શું છે મહત્વ,જુઓ આ રિપોર્ટ

દેશમાં અકીક પથ્થર માત્ર અમુક સ્થળોએ જ જોવા મળે છે જેમાં કચ્છનો સમાવેશ થાય છે ત્યારે અકીક ક્યાંથી મળે છે

X

દેશમાં અકીક પથ્થર માત્ર અમુક સ્થળોએ જ જોવા મળે છે જેમાં કચ્છનો સમાવેશ થાય છે ત્યારે અકીક ક્યાંથી મળે છે અને ભારતવર્ષમાં અકીકનું શું મહત્વ છે તેના વિશે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના વડા ડૉ.મહેશ ઠકકરે માહિતી આપી હતી.

અકીક વોલકેનિક પત્થરમાંથી બને છે. વોલ્કેનો જ્યારે બહાર નીકળે છે ત્યારે અને જ્યારે આ વોલ્કેનોનો ગરમ લાવા બહાર નીકળીને ઠંડું પડે છે ત્યારે તેની અંદર જે વોલેટાઇલસ રહેતા હોય છે એટલે કે સિલિકાનું પાણી અથવા તો ફ્લોરાઈડ નું પાણી અને ગેસ જામી જાય છે અને ત્યાર બાદ તે ધીમેધીમે અકીક બને છે. વેસ્ટર્ન ભારતમાં 6.5 કરોડ વર્ષ પહેલાં અકીકના જે પથ્થર છે તેનું ફોર્મેશન બેસાલ્ટની અંદર બની ચૂક્યું હતું. કચ્છની વાત કરવામાં આવે તો ભુવડ, આંતરજાળ, ખેડોઈ, ડગાળા જેવી સાઇટ ઉપરથી અકીક મળી આવ્યું છે.સૌથી વધારે અકીકનું પ્રમાણ કચ્છના નાના રણ પાસેના બેટ પાસેથી મળી આવ્યું છે.જે 12 કિલોમીટર લાંબુ છે અને 1.5 કિલોમીટર પહોળું છે. આ બેટ પર ભરપૂર પ્રમાણમાં અકીક મળી આવે છે.અહીઁ આજે પણ મોટા મોટા અકીકના પથ્થર સપાટી પર તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે.અકીકનાં પથ્થરોને વિવિધ આકાર પણ આપવામાં આવે છે. ઘણાં આર્કોલોજિસ્ટએ ભુવડ, ખેડોઇ અને આ બેટની સાઇટ ઉપર કામ કર્યું છે ઉપરાંત તેના પર પ્રોસેસ કરવામાં આવે છે. આજથી 4500 વર્ષ પહેલાં હડપ્પન સંસ્કૃતિના જે લોકો રહેતા હતા ઉપરાંત ત્યારે 4 થી 5 અકીક ની ફેકટરીઓ પણ હતી. અકીકના પથ્થરો પર જુદી જુદી પ્રોસેસ કરીને તેનામાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી હતી.અકીક માત્ર કચ્છ પૂરતું જ નહીં પરંતુ હડપ્પન સંસ્કૃતિના સમયગાળા દરમિયાન સિંઘપ્રાંત, પંજાબ પ્રાંત, હરિયાણામાં પણ અહીંનું અકીક ત્યાં મળી આવ્યું છે

Next Story