Connect Gujarat
ગુજરાત

કચ્છ : માંડવીના દરિયા કિનારેથી મળી "અજાયબી", જુઓ માત્ર 2 સેમી લંબાઇનો જીવ

કચ્છ જિલ્લાના માંડવીના દરિયાકાંઠે પ્રથમ વખત દુર્લભ અને દેખાવમાં અતિ સુંદર દરિયાઈ ગોકળગાય મળી આવી છે.

X

કચ્છ જિલ્લાના માંડવીના દરિયાકાંઠે પ્રથમ વખત દુર્લભ અને દેખાવમાં અતિ સુંદર દરિયાઈ ગોકળગાય મળી આવી છે. મરીન રીસર્ચ લેબોરેટરીના તજજ્ઞોએ 'સી' સ્લગ નામના દરિયાઈ જીવની લંબાઈને માપતા તે માત્ર 2 સેન્ટિમીટરની નોંધાઈ હતી.

વિશ્વમાં માત્ર ગુજરાતમાં દક્ષિણ ભાગના મરીન નેશનલ પાર્કના પોશીત્રા વિસ્તારમાં જોવા મળતી ગોકળ ગાય કચ્છના ઉત્તરીય તટ પર માંડવીના દરિયાકાંઠે પ્રથમ વખત જોવા મળી છે. કચ્છમાં ઓપસ ઓશિએનિક રીસર્ચ લેબોરેટરીના સંચાલક દંપત્તિને ગત ડિસેમ્બરમાં માંડવી વિન્ડફાર્મ બીચ નજીકના દરિયાઈ પાણીના ખાબોચિયામાં અત્યંત દુર્લભ દરિયાઈ ગોકળ ગાય જોવા મળી હતી.આ અંગે એકવેટિક બાયોલોજીસ્ટ નિકી શાહે જણાવ્યું હતું કે, ઓખા નજીક આવેલા પોશિત્રા વિસ્તારમાં 500 ચોરસ મીટર વિસ્તારમાં આ જીવ જોવા મળ્યો છે. જોકે, કચ્છના દરિયા કિનારે આ જીવ દેખાતા સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા. તો સાથે જ આ જીવને અહીનું વાતાવરણ માફક આવતા તેના વસવાટને લઈને સંશોધકોએ પણ રાહતનો શ્વાસ પણ લીધો હતો. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના જર્નલમાં તાજેતરમાં આ મુદ્દે લેખ પ્રકાશિત થયો હતો. અત્રે નોંધનીય બાબત તો એ છે કે, 'સી'સ્લગને સામાન્ય ગોકળ ગાય જેમ શરીર પર શેલ નથી હોતા, પરંતુ સુંદર અને રંગબેરંગી દોરા જેવા રૂછડા હોય છે.

Next Story