Connect Gujarat
ગુજરાત

ભગવાન શ્રીરામની ચરણ પાદુકા સોમનાથ પહોંચી,ભવ્ય સ્વાગત કરાયું

ભગવાન શ્રીરામની ચરણ પાદુકા સોમનાથ પહોંચી હતી.દિવ્ય ચરણ પાદુકાની ભગવાન મહાદેવ સન્મુખ વિશેષ પૂજા વિધિ કરવામાં આવી હતી.

X

ભગવાન શ્રીરામની ચરણ પાદુકા સોમનાથ પહોંચી હતી.દિવ્ય ચરણ પાદુકાની ભગવાન મહાદેવ સન્મુખ વિશેષ પૂજા વિધિ કરવામાં આવી હતી.

22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.રામ નગરીમાં આ અંગેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાનની ચરણ પાદુકાઓ પણ ત્યાં રાખવામાં આવશે. હાલમાં આ પાદુકાઓનું દેશભરમાં પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે. પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પાદુકાઓ 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. આ પાદુકા હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે.19 ડિસેમ્બર દ્વારકાધીશ મંદિરેથી આ દિવ્ય પાદુકા સોમનાથ મહાદેવ મંદિર લાવવામાં આવી હતી. જ્યાં વિહિપના કાર્યકરો અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને પૂજારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. બાદમાં પુજારીગણ દ્વારા સોમનાથ મહાદેવની સન્મુખ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, આ ચરણ પાદુકા એક કિલો સોના અને સાત કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે. આમાં કિંમતી રત્નોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Next Story