Connect Gujarat
ગુજરાત

LRD ભરતીની કામચલાઉ પસંદગીની યાદી જાહેર, અહી જુઓ સંપૂર્ણ લિસ્ટ

પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકરક્ષક પરીક્ષાની કામચલાઉ પસંદગી યાદી જાહેર કરાઇ

LRD ભરતીની કામચલાઉ પસંદગીની યાદી જાહેર, અહી જુઓ સંપૂર્ણ લિસ્ટ
X

લોકરક્ષક ભરતીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભરતી બોર્ડની વેબસાઇટ LRDની કામચલાઉ પસંદગી યાદી મૂકવામાં આવી છે. ઉમેદવારો લોક રક્ષક ભરતીની વેબસાઈટ https://lrdgujarat2021.in પર વધુ માહિતી જોઈ શકશે.

લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણીની યાદી તા.ર૮.૦૬.ર૦રર ના રોજ બહાર પાડવામાં આવેલ અને તા.ર૯.૮.ર૦રર થી તા.૧૩.૯.ર૦રર સુઘી દસ્તાવેજ ચકાસણી રાખવામાં આવેલ.

દસ્તાવેજ ચકાસણી યાદીમાં ૫સંદગી પામેલ કુલ-ર૦૮૩૫ ઉમેદવારો પૈકી ૧૫૭૮ ઉમેદવારો ગેરહાજર રહેલ અને ૧૯૨૫૭ ઉમેદવારો હાજર રહેલ.

દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ૧૯૨૫૭ ઉમેદવારો પૈકી કુલ-૧૩ ઉમેદવારો ગેરલાયક ઠરેલ છે. જેથી બાકી રહેતા કુલ-૧૯૨૪૪ ઉમેદવારોના ગુણ આ સાથે જાહેર કરવામાં આવે છે.

આ પૈકી કુલ-૧૦૪૫૯ ઉમેદવારો કામચલાઉ ઘોરણે ૫સંદગી પામેલ છે અને કુલ-૮૭૮૫ ઉમેદવારો ૫સંદગી પામેલ નથી.

આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી NCC પ્રમાણ૫ત્ર રજૂ કરનાર ઉમેદવારોના પ્રમાણ૫ત્રો વેરીફીકેશન માટે મોકલવામાં આવેલ છે અને તે તમામ ઉમેદવારોના પ્રમાણ૫ત્ર માન્ય ગણી તેઓને ગુણ આ૫વામાં આવેલ છે. NCC વિભાગ ઘ્વારા પ્રમાણ૫ત્રોના વેરીફીકેશન બાદ જે ઉમેદવારોના પ્રમાણ૫ત્રો અમાન્ય થશે, તેઓને આ૫વામાં આવેલ ગુણ આખરી ૫સંદગી યાદી સમયે રદ કરવામાં આવશે.

LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે

અત્રે ઉલ્લેખનીય છે કે LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ હતી. શારીરિક કસોટી 29મી જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગઈ હતી. શારીરિક કસોટીમાં કુલ 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા હતા, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ લેવાઇ હતી. જેનું પરિણામ જાહેર થઇ ગયું છે. જણાવી દઈ કે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા ભરવામાં આવશે. આજે લોકરક્ષક ભરતીની કામચલાઉ પસંદગી યાદી ભરતી બોર્ડની વેબસાઈટ https://lrdgujarat2021.in પર મૂકવામાં આવી છે. જેની જાણકારી IPS હસમુખ પટેલે આપી છે.

Next Story