ગીર સોમનાથ : મહાકાળી ગૌશાળાના લાભાર્થે આયોજીત લોક ડાયરામાં મહંત જયરામગીરી બાપુ પર ડોલર અને સોનાની નોટોનો થયો વરસાદ

મહાકાળી ગૌશાળાના લાભાર્થે દર વર્ષે ભાદરવા મહિનાના સોમવારે પૂર્વ ધારાસભ્ય રાજસી જોટવાના નેતૃત્વમાં આદ્રી ગામ સમસ્ત દ્વારા લોકડાયરાનું અને સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે.

New Update
  • આદ્રીમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાયો

  • 25 વર્ષથી ભાદરવા માસના સોમવારે યોજાય છે લોકડાયરો

  • લોકડાયરામાં થયો ચલણી નોટોનો વરસાદ

  • મહંત જયરામગીરી બાપુની વિશેષ ઉપસ્થિતિ

  • મહંત પર કરાયો ડોલર અને સોનાની નોટનો વરસાદ   

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલા આદ્રી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે લોકડાયરો યોજાયો હતો. આ લોકડાયરામાં તરભ વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુ પર ડોલર અને સોનાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના આદ્રી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.છેલ્લા 25 વર્ષથી આદ્રી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે દર વર્ષે ભાદરવા મહિનાના સોમવારે પૂર્વ ધારાસભ્ય રાજસી જોટવાના નેતૃત્વમાં આદ્રી ગામ સમસ્ત દ્વારા લોકડાયરાનું અને સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષના યોજાયેલા ડાયરામાં મહેસાણાના તરભ ગામના વાળીનાથ અખાડાના મહંત જયરામગીરી બાપુ આશીર્વચન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ લોકડાયરામાં મહંત જયરામગીરી બાપુને ડાયરાના મંચ પાસે લાવીને સાંસદ રાજેશ ચુડાસમાપૂર્વ ધારાસભ્ય તેમજ આયોજક રાજસી જોટવા અને ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડે અને ગામના યુવાનોએ મહંત જયરામગીરી બાપુ પર ડોલર અને સોનાની નોટોનો વરસાદ કર્યો હતો.આ લોકડાયરામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ  ઉમટી પડ્યું હતું.

Latest Stories