ભાઈબીજના પર્વ પર સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમ ખાતે મહાસ્નાન કરવામાં આવ્યું

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથના સાનિધ્યમાં ભાઈબીજના પર્વ પર ત્રિવેણી સંગમ ખાતે મહાસ્નાન કરવામાં આવ્યું હતું.

New Update
ભાઈબીજના પર્વ પર સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમ ખાતે મહાસ્નાન કરવામાં આવ્યું

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથના સાનિધ્યમાં ભાઈબીજના પર્વ પર ત્રિવેણી સંગમ ખાતે મહાસ્નાન કરવામાં આવ્યું હતું.

ભાઈબીજના પર્વ પર બહેનો પોતાના ભાઈને જમાડીને તેમના લાંબા આયુષ્યની કામના માટે પ્રાર્થના કરે છે. તે પ્રથા તો રાજ્ય અને દેશમાં પ્રસિદ્ધ છે. પરંતુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં બહેનો આખા દિવસનો ઉપવાસ કરીને પોતાના ભાઈના લાંબા આયુષ્યની કામના માટે હિરણ કપિલા અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે પૂજા પાઠ જપ તપ કરી અને સ્નાન કરે છે. શાસ્ત્રોકત વાયકા પ્રમાણે ભાઈબીજના દિવસે યમરાજાએ પોતાના બહેન યમુના મહારાણીને વરદાન માગવા કહ્યું હતું. ત્યારે યમુના મહારાણીએ કહ્યું હતું કે બહેન પોતાના ભાઈ માટે શ્રદ્ધાપૂર્વક જ્યાં પણ તીર્થ સ્નાન કરશે ત્યાં તમારા યમદૂત તેના ભાઈને રંજાળવા નહીં જઈ શકે. યમુના મહારાણીને આ વચન આપ્યા બાદ જે પણ બહેન તીર્થ સ્નાન ભાઈબીજના દિવસે કરે છે તેના ભાઈને મોક્ષ આપવા યમરાજા પોતે જ ધરતી પર આવે છે.

વેરાવળ શહેર પરંતુ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્યની કામના સાથે ત્રિવેણી સંગમ ખાતે આવી પહોંચે છે અને હિરણ કપિલા અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં ભક્તિ પાઠ કરી શ્રીફળ ધરાવી સૂર્યનારાયણ અને ત્રિવેણી માતાને અર્ઘ્ય આપે છે. અને પોતાના ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે.

Latest Stories