Connect Gujarat
ગુજરાત

BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ 800 સમર્થકો સાથે કર્યો કેસરિયો, સી.આર.પાટીલે આવકાર્યા...

BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ગાંધીનગર કમલમ ખાતે તેમના 800 સમર્થકો સાથે કેસરિયો કર્યો

X

ભરૂચના દિગ્ગજ આદિવાસી નેતા થયા ભાજપમાં સામેલ

800 સમર્થકો ભાજપમાં જોડાતા આદિવાસી વિસ્તારમાં ગાબડું

BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ કર્યા કેસરિયા

સી.આર.પાટીલે ખેસ અને ટોપી પહેરાવી પક્ષમાં આવકાર્યા

પાલનપુર કોંગ્રેસના પૂર્વ MLA મહેશ પટેલ પણ ભાજપમાં

ગાંધીનગર કમલમ કાર્યલય ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ 800 સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી લેતા આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પડ્યું છે. લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલા ગુજરાતમાં જાણે પક્ષ પલટાની મૌસમ પૂરબહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે.

કોંગ્રેસ, AAP સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કેસરિયો ધારણ કર્યો છે, ત્યારે વધુ એક આદિવાસી નેતાના ભાજપમાં સામેલ થતાં આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પડ્યું છે. BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ગાંધીનગર કમલમ ખાતે તેમના 800 સમર્થકો સાથે કેસરિયો કર્યો છે. ઉપરાંત પાલનપુર બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આગેવાનો અને સમર્થકોને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.


જોકે, ઝઘડિયા વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવાએ તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા સામે બળવો કરીને પિતાની ટિકીટ કાપી નાખી હતી, ત્યારે પિતા અને પુત્ર વચ્ચેના વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો. તો બીજી તરફ, મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી.

સાંભળો ભાજપના ભરતી મેળાને લઈ છોટુ વસાવાનું નિવેદન:-

મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે અને મોટુ સંમલેન પણ કરશે. લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપે ભરૂચ બેઠક પર ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે, ત્યારે એક ડેડિયાપાડા બેઠક પર AAPનો પ્રભાવ છે, અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે.

Next Story