Connect Gujarat
ગુજરાત

મહીસાગર : પગપાળા મક્કા જવા નીકળેલા શિહાબ ચોટ્ટુર નું લુણાવાડામાં સ્વાગત કર્યું

કેરાલાના યુવાન શિહાબ ચોટ્ટુર લુણાવાડા ખાતે આવી પહોચતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા હજ માટે આટલી મોટી પગપાળા યાત્રા સફળ થાય તેવી દુઆઓ કરી હતી

X

મક્કા મદિનામાં હજ જવું એ દરેક મુસ્લિમ બિરાદરોની ઈચ્છા હોય છે. એજ રીતે કેરાલાના એક યુવાન શિહાબ ચોટ્ટુરનાં મક્કા મદિના ચાલતા જવાના નિર્ણયને ભારે આવકાર મળી રહ્યો છે. હાલ યુવાન શિહાબ કેરાલામાથી 2 જુને નીકળ્યા છે, અને વિવિધ રાજ્યોમાંથી પગપાળા ચાલીને ગુજરાતમાં પહોચતા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ભરૂચ,વડોદરા બાદ પંચમહાલ, મહિસાગર જિલ્લામાં લુણાવાડામાં આવી પહોંચતા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

નગર સહિતના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા હજ માટે આટલી મોટી પગપાળા યાત્રા સફળ થાય તેવી દુઆઓ કરી હતી,શિહાબને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી.પછી તે આગળ જવા રવાના થયા હતા. તેઓ વાઘા બોર્ડર થી પાકિસ્તાન માં પ્રવેશી ઈરાન, ઈરાક, કુવૈત થઈ સાઉદી અરેબિયાથી મક્કા પહોચશે.શિહાબની આટલી મોટી મકકા સુધીને પગપાળા હજયાત્રા સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચાનો વિષય બની રહી છે.

Next Story