અરવલ્લી : મોડાસાથી કારમાં પોષડોડાની હેરાફેરી ઝડપાઇ,256 કિલો જથ્થો જપ્ત

મોડાસામાં નશાકારક પદાર્થ પોષડોડાની હેરાફેરી કરતા નશાના સોદાગરોના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી દીધું હતું, અને ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોષડોડાનો 256 કિલો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી હતી

New Update

મોડાસામાં નશાકારક પદાર્થ પોષડોડાની હેરાફેરી કરતા નશાના સોદાગરોના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી દીધું હતુંઅને ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોષડોડાનો 256 કિલો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી હતીજોકે કાર ચાલક કાર છોડીને ફરાર થઇ ગયો  હતો.

મોડાસા રૂરલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારનો ચાલક કારને પૂરપાટ ઝડપે ભગાડી મુકતા પોલીસે પીછો કર્યો હતો. પોલીસનો પીછો જોઈને અંધારામાં કારને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રોડ સાઈડના ખાડામાં કાર ઉતારી દીધી હતી. કારનો ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.અરવલ્લી પોલીસે પોષડોડા ભરેલી એક કારને ઝડપી લીધી હતી.પોલીસે કારને ખોલીને તપાસ કરતા અંદરથી માદક પદાર્થ પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો.

 પોલીસ તપાસમાં કાર માંથી 13 જેટલા અલગ અલગ કોથળામાં પેક કરેલો પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. લગભગ 256 કિલો જેટલા પોષડોડાની હેરાફેરી પોલીસે નિષ્ફળ બનાવી હતી. પોલીસે લાખ 63 હજારની કિંમતના પોષડોડાને જપ્ત કરી પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

Latest Stories