Connect Gujarat
ગુજરાત

હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી વચ્ચે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મેરેથોન મીટીંગ

હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી વચ્ચે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મેરેથોન મીટીંગ
X

હાર્દિક પટેલની કથિત નારાજગી વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે. એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે એવામાં કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલે તેમની સાથે બેઠક યોજી છે. રાજકોટમાં 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. બન્ને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે હાર્દિક પટેલે અગાઉ ખુબ પ્રયાસો કર્યા હતા. જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યુ હતુ. પરંતુ ત્યાર બાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનુ પણ સામે આવ્યુ હતુ. ત્યારે હવે આ બેઠકને લઈ સવાલો ઉઠી રહ્યા છે કે, હાર્દિકે આ બેઠકમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આગ્રહ કર્યો હશે? કે પછી માત્ર સમાજના હિત અંગે જ ચર્ચા વિચારણા કરવામાં આવી હશે. આ બેઠક નરેશ પટેલના નિવાસસ્થાને થઈ હતી ગુજરાતની રાજનીતિમાં પક્ષપલટાના સૌથી મોટા ધડાકા થઈ રહ્યા છે. તેવામાં હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ પંજાનો સાથ છોડી શકે છે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે. કેટલાક દિવસથી કોંગ્રેસ પર આગની જેમ એક પછી એક વાર કરતા હાર્દિકે કોંગ્રેસને અલવિદા કહેવાના સંકેત પણ આપી દીધા હતા.

Next Story