New Update
/connect-gujarat/media/post_banners/3897114227651024dca93c5b643b02e89bf6fcccd6aa9adc58d3a95a20aaf9ca.webp)
ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં મહિલાનો પોતાના દિકરા-દિકરી સાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઠાસરાના ઉનાળિયા ગામેથી મહિલા પોતાના બે બાળકો લઈને ગઈકાલે નીકળી હતી. ત્યારે બે બાળકો સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે. 5 વર્ષની દિકરી અને 3 વર્ષનાં દિકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે. સેવાલીયા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે મહિલાએ શા કારણે આપઘાત કર્યો તે હજુ અકબંધ છે.