Connect Gujarat
ગુજરાત

મહેસાણા : નાયબ મુખ્યમંત્રીના હસ્તે સિટી બસ સેવાનો પ્રારંભ, મહિલાઓ કરી શકશે નિઃશુલ્ક મુસાફરી

5 વર્ષ બાદ શહેરમાં સિટી બસ સેવાનો પ્રારંભ કરાયો, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયો પ્રારંભ.

X

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે મહેસાણા શહેરમાં સિટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જોકે, ખાસ વાત તો એ છે કે, 5 વર્ષ બાદ શરૂ થયેલી સિટી બસમાં તમામ મહિલાઓ માટે મુસાફરી તદ્દન મફત રાખવામાં આવી છે.

મહેસાણા શહેરમાં સિટી બસ માટે 8 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે જ 4 જેટલા બસ સ્ટોપ બનવવામાં આવ્યા છે. આ સિટી બસ સેવાનો રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો, ત્યારે નાયબ મુખ્યમંત્રીએ પોતે સિટી બસમાં બેસીને મહેસાણા શહેરમાં પ્રવાસીઓ સાથે મુસાફરી કરી હતી. જોકે, મહેસાણામાં આ સિટી બસ 5 વર્ષ બાદ શરૂ થતાં બસ સ્ટેન્ડ ખાતે પહોચેલા નાયબ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

તો ખાસ કરીને સિટી બસમાં મહિલાઓ માટે મુસાફરી તદ્દન મફત રાખવામાં આવી છે. જેથી મહિલાઓ સિટી બસમાં બેસીને કોઈ પણ સ્થળે જઈ શકશે. સિટી બસમાં સામાન્ય લોકો માટે 5 રૂપિયાથી લઈ 10 રૂપિયા સુધીનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે હવે મહેસાણાવાસીઓ માટે આ સિટી બસ સેવા ખૂબ જ લાભદાયી સાબિત થશે.

Next Story