મહેસાણા જિલ્લામાં દુનિયાનો સૌથી પહેલો બાયો વેસ્ટમાંથી બાયો CNG બનાવતો પ્લાન્ટ સ્થાપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે મહેસાણાની ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે ખેડૂતોથી બનેલી આ કંપની ઓર્ગેનિક ખેતી કરાવી ઘર આંગણે ઇંધણ ક્રાંતિ લાવશે.
મહેસાણા જિલ્લામાં દુનિયાનો સૌથી પહેલો બાયો વેસ્ટમાંથી બાયો CNG બનાવતો પ્લાન્ટ શરૂ થવા જઇ રહ્યો છે. નાગલપુર વિસ્તારમાં આ ઓફિસનો આરંભ કરવામાં આવ્યો હતો દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ આ કંપનીની ઓફીસનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્લાન્ટમાં માટી, રેતી, કપચી અને પથ્થરને બાદ કરતાં સળગી શકે તેવા તમામ કચરામાંથી બાયો CNG બનાવવાની ટેકનોલોજી વિકસાવામાં આવી છે કંપની દ્વારા હાલમાં લીલા ધાસમાંથી CNG બનવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ હાલમાં કંપની દ્વારા ખેડૂતોને આ ઘાસ માટેનું બિયારણ આપવામાં આવશે.
કંપની દ્વારા આ ઘાસ બિયારણ આપ્યા બાદ કંપની ખેડૂત પાસેથી ધાસની ખરીદી કરશે જેથી ખેડૂતોને પણ પોતાના પાકના પૈસા પૂરતા મળશે અને ત્યાર બાદ કંપની દ્વારા ધાસમાંથી બાયો CNG બનાવવામાં આવશે અને મહેસાણા જિલ્લામાં આ માટે CNG પમ્પ પણ ઉભા કરવામાં આવશે.
હાલમાં ભારતમાં મોટા પ્રમાણમાં બહારથી ગેસની આયાત કરવામાં આવે છે આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવતાં આગામી દિવસોમાં અહીંથી ગેસનું ઉત્પાદન અને અહીં તેનું સેલિંગ તેમજ ખેડૂત પાસેથી આ માટે કાચું મટેરિયલ ખરીદવાથી ખેડૂતોને આ પ્લાન્ટથી ફાયદો થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે