Connect Gujarat
ગુજરાત

મહેસાણા : ભાજપ જે કામ કરવાનું છે તે કરે નહિતર 2022માં ઘર ભેગી થઇ જશે : ગોપાલ ઇટાલીયા

ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમ પહેલાં જ ઇટાલીયાની અટકાયત, મહેસાણા ટોલ ટેકસ પાસે જ પોલીસની કાર્યવાહી.

X

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની મહેસાણા ટોલનાકા પાસેથી જ અટકાયત કરી લેવામાં આવી હતી. બનાવની જાણ થતાં મહેસાણા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટીના કાર્યકરો એકત્ર થઇ ગયાં હતાં. બપોર બાદ ગોપાલ ઇટાલીયાને જામીન આપી દેવામાં આવ્યાં છે.

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રિય બની છે. આજથી બે દિવસ માટે મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો જન સંવેદના મુલાકાત કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં મહેશ સવાણી, ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી સહિતના પ્રદેશ કક્ષાના નેતાઓ ભાગ લેવા મહેસાણા પહોંચ્યાં છે.

મહેસાણામાં પ્રવેશ મેળવે તે પહેલાં જ ટોલનાકા પાસેથી ગોપાલ ઇટાલીયાની પોલીસે અટકાયત કરી લીધી હતી. ગોપાલ ઈટાલિયા અને ઇસુદાન ગઢવી આજે મહેસાણા જિલ્લાના ઉનાવા, સતલાસણા, કુકરવાડા, બાકરપુરા, વીસનગર ખાતે દિવસભર જન સંવેદના મુલાકાત યોજવાના હતા. જોકે મહેસાણા તાલુકા પોલીસે ગોપાલ ઈટાલિયા મહેસાણામાં એન્ટ્રી મારે એ પહેલાં જ ટોલ ટેક્સ પાસે તેમની અટકાયત કરી હતી.

કોઇ કેસમાં અટકાયત કરાયેલાં ગોપાલ ઇટાલીયાને બપોર બાદ જામીન આપી દેવાયાં હતાં. જામીનમુકત થયેલા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપને જે કામ કરવાનું છે તે કરે, બીજા કામો કરવા જશે તો 2022માં ઘરભેગી થઇ જશે.

Next Story