મહેસાણા: વડનગરમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પતંગ મહોત્સવનો કરાવ્યો પ્રારંભ

મહેસાણા: વડનગરમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પતંગ મહોત્સવનો કરાવ્યો પ્રારંભ
New Update

મહેસાણામાં પતંગ મહોત્સવનું આયોજન

વડનગરમાં પતંગ મહોત્સવ યોજાયો

આયોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પતંગ મહોત્સવને ખુલ્લો મુક્યો

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રારંભ કરાવ્યો હતો

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભઆરંભ કરાવ્યો હતો. પતંગ મહોત્સવમાં અલગ અલગ દેશ અને રાજ્યના પતંગ રશિયાઓએ વડનગરના આકાશમાં પતંગ ઉડાડી આકાશને રંગબેરંગી બનાવ્યું હતું.ઐતિહાસિક નગરી વડનગર ખાતે યોજાનાર પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગ બાજો દ્વારા કાઇટ ફ્લાઇંગ, પતંગ-દોરીના સ્ટોલ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, હસ્તકલા બજાર, ખાણી-પાણીના સ્ટોલ સહિતના આકર્ષણોએ લોકોમાં આનંદ છવાઇ ગયો હતો. વડનગર ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં બહરિન, કેનેડા, ઈરાક, માલ્ટા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, સ્પેન, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ, યુ.કે, ટ્યુનિશિયા, વિયતનામ, ઝિમ્બાબ્વે, ક્રોએશિયા, ઓમાન, સાઉદી અરેબિયા, ઈજિપ્ત સહિત પંજાબ, કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી તેમજ ગુજરાતના પતંગબાજો પતંગ મહોત્સવમાં સહભાગી થયા હતા.

#ConnectGujarat #Mehsana #Kite Festival #Vadnagar #Health Minister Hrishikesh Patel
Here are a few more articles:
Read the Next Article