Connect Gujarat
ગુજરાત

મહેસાણા : રાજ્યભરમાં હોલમાર્કના જટીલ નિયમનો વિરોધ, શહેરનું સોની બજાર રહ્યું સજ્જડ બંધ

મહેસાણા : રાજ્યભરમાં હોલમાર્કના જટીલ નિયમનો વિરોધ, શહેરનું સોની બજાર રહ્યું સજ્જડ બંધ

X

હોલમાર્કના નવા નિયમો સામે જ્વેલર્સ એસોસીએશન દ્વારા રાજ્યભરમાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે મહેસાણાના જ્વેલર્સો પણ તેઓને સમર્થન આપવા મેદાને આવ્યા હતા. જેમાં મહેસાણાનું સોની બજાર બંધ રાખી વેપારીઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

ગુજરાત જ્વેલર્સ એસોસીએશન દ્વારા હોલમાર્કના નવીન નિયમો મામલે રાજ્યભરમાં જવેલર્સ માટે આજે બંધનું આહવાહન આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના જ્વેલર્સની સાથે મહેસાણા શહેરના જ્વેલર્સ પણ બંધના એલાનમાં જોડાયા હતા. તો જ્વેલર્સની સાથે કારીગરો અને રિફાઈનરીઓ પણ બંધના એલાનમાં જોડાઈ જતાં શહેરના બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. હોલમાર્કના નવા નિયમ જ્વેલર્સ માટે અતિ જટીલ હોવાથી સોના-ચાંદીનો વેપાર હવે ઘણો મુશ્કેલ બન્યો છે. સોની બજાર સાથે જોડાયેલા તમામ બજારોએ બંધ રાખી સોના-ચાંદીના વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

Next Story