હાલની પરિસ્થિતિમાં માણસ પોતાનું શરીર સાચવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે ખોરાકમાં ફાસ્ટફૂડ અને વ્યસન જો કે આજે આપણે મહેસાણા જિલ્લાના એવા એક ગામની વાત કરી શુ કે જ્યાં છેલ્લા 25 વર્ષથી તમામ પ્રકારના વ્યસનને તિલાંજલિ અપાઈ છે.
તમને જાણી ને નવાઈ લાગતી હશે કે શું ગુજરાતમાં એવું પણ કોઈ ગામ હોઈ શકે કે જ્યાં આખું ગામ સર્વાનુમાત્તે વ્યસન ત્યજી શકે. હા આ વાત તદ્દન સાચી છે. આવુ ગામ છે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું બાદરપુર ગામ કે જે ગામે વ્યસનને જાકોરો આપ્યો છે. આખા ગામમાં પાન મસાલાનો કોઈ ગલ્લો જોવા નહીં મળે. કોઈ એવી દુકાન નહિ મળે કે જ્યાં ગુટખા, પાન મસાલા કે બીડી સિગારેટ મળતી હોય.આમ જોવા જઈ એ તો માણસ પોતાનાના શરીરને જાણે પોતાનું સમજી નથી રહ્યો. તેને લઈને અનેક કુટેવોના લીધે પોતાના જ શરીરની દુર્દશા લાવી ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે.
વ્યશનના લીધે મૂલ્યવાન શરીર ઉપર ખૂબ માઠી અસરો અને ગંભીર બીમારીઓએ માનવ શરીર પર કબજો મેળવી લીધો છે. એમાંય મુખ્ય જવાબદાર છે વ્યસન. વ્યસનથી શરીરમાં ખૂબ મોટી ગંભીર બીમારીઓના કિસ્સા દિન પ્રતિદિન વધી રહ્યા છે. આજે કનેક્ટ ગુજરાતીની ટીમે એક એવા ગામની મુલાકત લીધી કે જ્યાં આખું ગામ 25 વર્ષથી ગ્રામજનોએ વ્યસનને તિલાંજલિ આપી દીધી છે. બાદરપુર ગામમાં ગ્રામજનો એ સહિયારો નિર્ણય કરી સ્થાનિક પંચાયતના નેજા હેઠળ આખા ગામને વ્યસન મુક્ત કર્યું છે. આ ગામના કોઈ પણ ખૂણે કે કોઈ ગલી કે પછી કોઈ પણ જગ્યાએ પાન મસાલા, ગુટખા, બીડી, સિગારેટની શોધ કરવા જાઓ કોઈ જગ્યાએ નહિ મળે. જેમાં તમામ ઉંમરના લોકોએ સહિયારો સાથ સહકાર આપીને આ ઉમદા કાર્ય કર્યું છે.
આખા ગામને વ્યસન મુક્ત કરવુંએ કોઈ નાનો નિર્ણય નથી પણ ચોક્કસ ઐતિહાસિક નિર્ણય કહી શકાય. 1997 આસપાસ આ ગામના યુવાનનું વ્યસનના કારણે ગંભીર બીમારીથી અકાળે મૃત્યુ થયું હતું જેને લઈને આખા ગામમાં ચિંતા અને દુઃખ પ્રસરી ગયું હતું ત્યારે આ ગામમાં વ્યસન અને વ્યસનથી થતી ગંભીર બીમારીના કારણે કોઈ દુઃખદ ઘટના ના ઘટે તે માટે 1997 માં ગ્રામ પંચાયતના નેજા હેઠળ એક ઠરાવ કરી ગુટખા વેચવા તેમજ ખાવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો અને જો કોઈ તેનું ઉલ્લંઘન કરે તો તેને દંડની જોગવાઈ પણ કરવાનું નક્કી કરાયું હતું ત્યારેથી આજદિન સુધી આ પ્રતિબંધ યથાવત છે. બીજી અગત્યની વાત એ છે કે આ ગામમાં ખેડૂતો ખેતરમાં પણ તમાકુનું વાવેતર નથી કરતા. આ પાછળનો હેતુ એ છે કે આ ગામ એવું ઈચ્છી રહ્યું છે કે આવા વ્યસનથી દેશ અને રાજ્ય પણ બચે.