ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય,6 દિવસ વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે.

New Update
rainf

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. એને લઈને રાજ્યના 90 ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

જેના કારણે દક્ષિણ ગુજરાતના સુરતનવસારીવલસાડદમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલદાહોદવડોદરાછોટાઉદેપુરનર્મદાભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગતાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગરઅમરેલીઅને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાતપૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં તાપીનવસારીસુરત અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે વિસ્તારમાં જનજીવનને વ્યાપક અસર પહોંચી છે.

 

  

Latest Stories