/connect-gujarat/media/media_files/2025/10/04/cyclone-shakti-2025-10-04-12-39-17.jpg)
અરબ સાગરમાં સાયક્લોનિક શક્તિ સક્રિય થયુ છે.આ અંગે મોસમ વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં ડીપ ડિપ્રેશન બન્યું છે.જે ધીમે-ધીમે ચક્રવાતમાં ફેરવાઈ જશે,જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
સાયક્લોનિક શક્તિની અસર ગુજરાત સહિતના રાજ્યમાં જોવા મળે તેમ છે. મોસમ વિભાગ અનુસાર તારીખ 3 ઓક્ટોબર શુક્રવારે સવારે 8:30 સિસ્ટમ ગુજરાતના દ્વારકાથી લગભગ 240 કિલોમીટર અને પોરબંદરથી 270 કિલોમીટર દૂર હતી. જ્યારે આગામી સમયમાં આ સાયક્લોનિક વધુ સક્રિય થશે. જેના 24 કલાકમાં સાયક્લોનિક શક્તિનું જોર વધશે અને ભયંકર પવન ફૂંકાવાની શક્યતા છે. શરૂઆતમાં આ સાયક્લોનિક પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ અને પછી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે.
4 ઓક્ટોબરની સાંજથી 6 ઓક્ટોબરની સવાર સુધી આ સાયક્લોનિક વધુ સક્રિય થઈ શકે છે.આ દરમિયાન 100-110 કિ.મી.પ્રતિ કલાક સુધી ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે.હવામાન વિભાગે માછીમારોને 3થી 6 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા અને અરબ સાગરમાં ન જવા સખ્ત સૂચના આપવામાં આવી છે.