નર્મદા: પોલીસ સ્ટેશનમાં હાજર થવા જતા MLA ચૈતર વસાવાને પોલીસે અટકાવ્યા,પોલીસ સરકારની એજન્ટ હોવાનો કર્યો આક્ષેપ

રાજપારડી અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે થયેલ ફરિયાદને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા

New Update
  • MLA ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદનો મામલો

  • પોલીસ મથકમાં હાજર થવા જતા બની ઘટના

  • ચૈતરને માર્ગમાં જ અટકાવતી પોલીસ 

  • ચૈતરના સરકાર પર આક્ષેપ

  • પોલીસ એજન્ટ બનીને કામ કરી રહી હોવાના કર્યા આક્ષેપ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રાજપારડી અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી,જે કેસમાં પોલીસ મથકમાં હાજર થવા જતા ચૈતર વસાવાને પોલીસે માર્ગમાં જ અટકાવી દીધા હતા.આ તબક્કે પોલીસ સરકારીની એજન્ટ બનીને કામ કરતી હોવાના આક્ષેપ ચૈતર વસાવાએ કર્યા હતા.

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતાઆ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે ડેડિયાપાડાના નવાગામ પાસે અટકાવી દીધા હતા.રાજપારડી અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે થયેલ ફરિયાદને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા. 

આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કેઅમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની બે ફરિયાદ કરી છે.

વધુમાં તેઓએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે મારા ઘરે રાત્રેથી પોલીસ મુકીને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે.પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે.આજે ભાજપ પૈસાપાવરપોલીસ, ED, સીબીઆઈ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને રાજ ચલાવી રહી છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં MLA ચૈતર વસાવા અને પોલીસ વચ્ચેનો આ મુદ્દો વધુ પેચીદો બને તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

Latest Stories