Connect Gujarat
ગુજરાત

મોઢેરા બનશે દેશનું પ્રથમ સોલાર વિલેજ, વાંચો શું છે PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટની ખાસિયતો...

મોઢેરા બનશે દેશનું પ્રથમ સોલાર વિલેજ, વાંચો શું છે PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટની ખાસિયતો...
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી તા. 9થી 11 ઓક્ટોબર સુધી તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં રહેશે. તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાતમાં રૂ. 14,500 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી તા. 9થી 11 ઓક્ટોબર સુધી તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં રહેશે. તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાતમાં રૂ. 14,500 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ બનશે. ચાલો આ અહેવાલમાં જાણીએ પીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટના ગુણ...

વડાપ્રધાન મોદી રવિવારે મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને દેશના પ્રથમ સૌર ગામ તરીકે જાહેર કરશે. 24 કલાક (24x7) સોલાર પાવર પર ચાલતું તે દેશનું પહેલું ગામ હશે. આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે, જે વડાપ્રધાન મોદીના સ્વચ્છ ઊર્જાના વિઝનને મૂર્ત બનાવે છે. મોઢેરા ગામનું સૂર્ય મંદિર પણ આવેલું છે. વડાપ્રધાન અહીં બે મંદિરોમાં પૂજા પણ કરશે. મોઢેરા ગામમાં સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ અંતર્ગત જમીન પર સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. મોઢેરા ગામમાં તમામ રહેણાંક અને સરકારી ઈમારતોની છત પર 1,300 થી વધુ સોલાર પેનલ લગાવવામાં આવી છે. તમામ પેનલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે મોઢેરા ગામના દરેક ઘરને આનાથી વીજળી મળે છે. એટલે કે, આ ગામ પોતે જ પોતાના ઉપયોગ માટે વીજળી ઉત્પન્ન કરે છે. આ યોજનાને કારણે ઘરોમાં વીજળીના બીલ નાના-મોટા આવવા લાગ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રોજેક્ટ દેશની દૂરગામી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દર્શાવે છે કે, કેવી રીતે ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા સામાન્ય માણસને સશક્ત કરી શકે છે. આ પ્રોજેક્ટ ભવિષ્યનું ચિત્ર છે જેમાં દેશના દરેક ગામ સ્વચ્છ વીજળી ઉત્પાદનમાં આત્મનિર્ભર બની શકે છે.

Next Story