/connect-gujarat/media/post_banners/606d8c334ccb7c809b42036eb404219a4b72415098095ec6e2ac179a409005e5.jpg)
જામનગર શહેરની યુવતી અમેરિકાના ન્યુયોર્ક યુનિવર્સિટીમાં પસંદગી થતાં ચંદ્ર પર સંશોધન કરશે. નાસાના ડેટાના આધારે ચંદ્રની જમીન પર કેવા પ્રકારના ખનીજ તત્વો છે, તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે.
જામનગરના ન્યુ ડેન્ટલ હોસ્પિટલ પાસે રહેતી હેનલ મોઢા ન્યૂયોર્કની સ્ટોની બૃહ યુનિવર્સિટીમાં જિયોલોજિકલ રિસર્ચ માટે સિલેક્ટ થઈ છે. જેમાં નાસાના ડેટાના આધારે ચંદ્રની જમીન પર કેવા ખનીજ તત્વો છે, તે અંગે સંશોધન કરશે તેમજ તેમણે ચંદ્ર પર રિસર્ચ માં પીએચડી કર્યું હતું. આ અંગે હીનલે જણાવ્યુ હતું કે, 3.9 બિલિયન વર્ષ પહેલા ચંદ્ર પર ઉલકાના કારણે 200 મીટરથી લઈને 25000 કિલોમીટરના ખાડા પડ્યા છે. લાવા બહાર નીકળતા મોટા ખાડામાં અગ્નિકૃત ખડકો બન્યા છે. આથી જ્યારે રાત્રે અગાશી પરથી ચંદ્રને નિહાળી છીએ, ત્યારે તેના પર કાળા ડાઘા દેખાય છે. આ ખાડા કેવી રીતે પડ્યા, તેના પર ઇસરોના ડાયરેકટરના માર્ગદર્શન હેઠળ ખનીજ તત્વ ક્યાં પ્રકારના છે, તે અંગે પીએચડી કર્યું હતું. ત્યારબાદ હવે વધુ રિસર્ચ ન્યુયોર્ક યુનિવર્સિટીમાં નાસાનો ડેટા ઉપયોગ કરવામાં આવશે. આજે રાજયપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે રાજયપુરોહિત જ્ઞાતિજનો, આગેવાનો અને પરિવારજનો દ્વારા હેનલ મોઢાનું શાલ અને ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું.