મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબહેનનું મોડી રાત્રે નિધન, તલગાજરડા ખાતે સમાધિ અપાઈ

75 વર્ષીય નર્મદાબહેનના નિધનથી મહુવા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. તેમના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને આજે સવારે 9 વાગે સમાધિ આપવામાં આવી

New Update
Narmada Ben

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબહેન મોરારિદાસ હરિયાણીનું મંગળવારે મોડીરાત્રે તલગાજરડા ખાતે પોતાના નિવાસસ્થાને નિધન થયું હતું. 75 વર્ષીય નર્મદાબહેનના નિધનથી મહુવા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. તેમના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને આજે સવારે 9 વાગે સમાધિ આપવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ મોરારિબાપુના ધર્મપત્ની નર્મદાબહેન મોરારિદાસ હરિયાણીએ મંગળવારે રાત્રે 1:30 વાગે મહુવા તાલુકાના તલગાજરડા ખાતે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. આજે સવારે 9 વાગે તેમના પાર્થિવદેહને સમાધિ આપવામાં આવી હતી.

નર્મદાબહેનની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હોવાથી તેમને છેલ્લા બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. નર્મદાબહેનના નિધનના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે. 

Latest Stories