મોરબી: મરછુ નદી પર પુલ તૂટવાની હોનારતમાં 140થી વહુ લોકોના મોત, હજુ પણ ચાલી રહ્યું છે રેસક્યુ ઓપરેશન

મોરબીમાં પુલ તૂટવાની સર્જાયેલ ભયાનક હોનારતથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ થઈ ગયું છે ત્યારે આજે સતત બીજા દિવસે પણ રેસક્યું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું

મોરબી: મરછુ નદી પર પુલ તૂટવાની હોનારતમાં 140થી વહુ લોકોના મોત, હજુ પણ ચાલી રહ્યું છે રેસક્યુ ઓપરેશન
New Update

મોરબીમાં પુલ તૂટવાની સર્જાયેલ ભયાનક હોનારતથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ થઈ ગયું છે ત્યારે આજે સતત બીજા દિવસે પણ રેસક્યું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેમાં સેનાની ત્રણેય પાંખના જવાનો પણ જોડાયા હતા.

મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના બની હતી. જેમાં પુલ પરના આશરે 400થી 500 જણા પાણીમાં ખાબક્યા હતા. હોનારતમાં મીડિયા અહેવાલો પ્રમાણે આ મોતનો આંકડો 140થી વધુ છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. જોકે, હવે આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોની સંખ્યા જણાવવાને લઇ અલગ-અલગ મત સામે આવી રહ્યા છે. સરકાર, ડોક્ટર અને સ્થાનિક ડોક્ટરોથી લઇ લોકોને બચાવનારા સ્થાનિક તરવૈયાઓ પણ અલગ-અલગ આંકડા જણાવી રહ્યા છે. દુર્ઘટનાને પગલે તુરંત રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ હતી. મંત્રીઓ પણ આ હોનારતને પગલે મોરબી દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે ઘટનાસ્થળે બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી. તેમજ અધિકારીઓને જરુરી સૂચનો કરી શક્ય તેટલી ઝડપથી તમામનું રેસ્ક્યૂ કરવા નિર્દેશ કર્યો હતો. આખી રાત રેસ્ક્યૂ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હજુ પણ પાણીમાં ગરકાવ થયેલા લોકોની શોધખોળ ચાલું છે.

NDRF અને અલગ-અલગ ટીમો દ્વારા રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનાને પગલે સેનાના જવાનો પણ મોરબી ખાતે દોડી આવ્યા છે. એરફોર્સ અને નેવીની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીમાં કાદવ હોવાથી બોડી શોધવી મુશ્કેલ બની રહી છે.

#Gujarat #ConnectGujarat #BeyondJustNews #Morbi #rescue operation ##Morbi Bridge Collaps #More than 140 people died #Marchu river bridge collapse
Here are a few more articles:
Read the Next Article