Connect Gujarat
ગુજરાત

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો મચ્છુનદીમાં પટકાયા, રાજકોટ કચ્છથી તરવૈયા બોલવાયા

પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા.

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, 400થી વધુ લોકો મચ્છુનદીમાં પટકાયા, રાજકોટ કચ્છથી તરવૈયા બોલવાયા
X

મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા.

તો અનેક લોકો પુલને પકડીને પોતાનો જીવ બચાવવા લટકયા હતા. અત્યારે બચાવ કામગીરી પુરજોશમાં છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે અને હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

બેસતા વર્ષે ખુલ્લો મૂકાયો હતો

મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 7 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.

Next Story