મોરબી: ધરતીપુત્રોએ દાડમનું મબલક ઉત્પાદન કરીને સમૃદ્ધિના શિખરો સર કર્યા

મોરબી જિલ્લામાં દાડમનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 100 કરોડને આંબી ચૂક્યું છે. મોરબીના હળવદ તાલુકામાં હાલ પાંચ ખાનગી ફ્રુટ માર્કેટ યાર્ડ કાર્યરત છે, જ્યાં વરસે દહાડે અંદાજે 5 હજાર ટન દાડમની આવક થાય છે.

New Update
Advertisment
  • મોરબીને મળી નવી ઓળખ 

  • બાગાયત ખેતીમાં ખેડૂતોને મળી સફળતા

  • દાડમના પાકનું કર્યું મબલક ઉત્પાદન

  • સીરામીક ઉદ્યોગ બાદ કૃષિક્ષેત્રે પણ પ્રાપ્ત થઇ સફળતા

  • દાડમનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડને આંબ્યું

Advertisment

સૌરાષ્ટ્ર ક્ષેત્રના મોરબીને લોકો દિવાલ ઘડીયાળ અને સિરામિક ઉદ્યોગથી  ઓળખે છે.જોકે હવે કૃષિક્ષેત્રે પણ અહીંયાના ખેડૂતોએ કાઠુ કાઢ્યુ છે.ખાસ કરીને બાગાયત ખેતીમાં જિલ્લાના ધરતીપુત્રો દાડમનું મબલક ઉત્પાદન લઈ સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યા છે.

ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરતો મોરબી જિલ્લો હવે દાડમના ઉત્પાદનમાં પણ આગેકૂચ કરી રહ્યો છે. જિલ્લામાં દાડમનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 100 કરોડને આંબી ચૂક્યું છે. મોરબીના હળવદ તાલુકામાં હાલ પાંચ ખાનગી ફ્રુટ માર્કેટ યાર્ડ કાર્યરત છે, જ્યાં વરસે દહાડે અંદાજે 5 હજાર ટન દાડમની આવક થાય છે.

દાડમના વાવેતરને પ્રોત્સાહન માટે સરકાર સહાય પણ કરે છે. આ પાકમાં રોપાના વાવેતર માટે ખર્ચના 40% અને  મીની ટ્રેક્ટર માટે રૂપિયા 50 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે.

આ ઉપરાંત દવા છંટકાવ માટેના સ્પ્રેયર પંપ અને ડ્રીપ ઇરીગેશન માટે પણ સરકારનો આર્થિક ટેકો મળી રહે છે. મોરબીમાં ગયા વર્ષે ફળપાકના વાવેતર માટે ખેડૂતોને રૂપિયા 145 લાખ તથા અન્ય મુખ્ય ઘટકોમાં રૂપિયા 125 લાખની સરકારી સહાય ચૂકવવામાં આવી છે.

મોરબીના હળવદ પંથકના દાડમની ભારત ઉપરાંત દુબઈ,મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં માંગ છે, તેથી આ પાકના વાવેતર માટે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળે છે.ગુજરાત સરકાર રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર વધારવા માટે વિવિધ પાકોમાં સહાય આપે છે. ત્યારે મોરબી જિલ્લાએ રાજ્ય સરકારના સહયોગથી દાડમની ખેતીમાં સીમાચિહ્નરૂપ કામ કર્યું છે.

Latest Stories