/connect-gujarat/media/post_banners/6b607d7ac0923abb0f53a35a6a09850f2c0f0e103c38c7aec2f7f489686f6fb3.jpg)
લોકોને હચમચાવી દેનાર મોરબી હોનારતે પગલે આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવી રહ્યો છે, ત્યારે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં બનેલી પુલ હોનારતને લઈ સમગ્ર ગુજરાતના લોકોમાં ભારે દુઃખ જોવા મળી રહ્યું છે, ત્યારે મોરબી હોનારતમાં મૃત્યુ પામેલ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તાપી જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે વહીવટી તંત્ર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભા દરમ્યાન જિલ્લા કલેકટર ભાર્ગવી દવે અને જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.