Connect Gujarat
ગુજરાત

નવા મંત્રીમંડળમાં કરાશે સૌરાષ્ટ્રના 12થી વધુ MLAનો સમાવેશ, તો દક્ષિણ ગુજરાતને પણ મળશે પ્રતિનિધિત્વ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે, ત્યારે આગામી 12મી ડિસેમ્બર શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે.

નવા મંત્રીમંડળમાં કરાશે સૌરાષ્ટ્રના 12થી વધુ MLAનો સમાવેશ, તો દક્ષિણ ગુજરાતને પણ મળશે પ્રતિનિધિત્વ...
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે, ત્યારે આગામી 12મી ડિસેમ્બર શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે એ અંગે ચર્ચા શરૂ થવા લાગી છે. રાજ્યમાં નવી સરકારનું મંત્રીમંડળ 22થી 23 સભ્યનું હોવાની સંભાવના છે. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના ચહેરાઓને સ્થાન મળી શકે છે. નવી સરકારમાં 10 કે 11 કેબિનેટ મંત્રી અને 12થી 13 રાજ્ય કક્ષાના મંત્રી બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારોમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીની પસંદગી કરી શકે છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી 12થી વધુ MLAને સ્થાન મળી શકે છે. આ માટે કુંવરજી બાવળીયા, જયેશ રાદડિયા, ડો દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, દેવા માલમ, સંજય કોરડીયા, ભગવાનજી કરગઠીયા, રાઘવજી પટેલ, રિવાબા જાડેજા, કૌશિક વેકરીયા, હીરાભાઈ સોલંકી, કાંતિ અમૃતીયા, પ્રકાશ વરમોરા, કિરીટસિંહ રાણા, ભગવાન બારડ, ડો પ્રદ્યુમ્ન વાજા, મુળુભાઈ બેરા, ત્રિકમ છાંગા અને વીરેન્દ્રસિંહ જાડેજા નામની ચર્ચા ચાલી રહી છે, આ બધા નામ દિલ્હી મોકલવામાં આવશે અને ત્યાંથી મહોર લાગ્યા બાદ આ નામ જાહેર કરવામાં આવશે.

Next Story