મોરબીની મચ્છુ નદી ઉપર અંદાજે રૂપિયા 2 કરોડના ખર્ચથી રીનોવેશન કરાયેલ ઝૂલતા પુલનું નવા વર્ષના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આગામી 15 વર્ષ સુધી મેન્ટેનન્સ અને રીપેરીંગની સાથે સમગ્ર જવાબદારી ઓરેવા ટ્રસ્ટને પાલિકા અને સરકાર દ્વારા સોંપવામાં આવી હતી. પરંતુ આજે આ પુલ એકાએક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી હતી. દિવાળીના તહેવારની રજાઓમાં મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પુલ ઉપર ફરવા માટે ઉમટી પડ્યા હતા. આ દરમ્યાન પુલ તૂટી પડતાં બ્રિજ પર રહેલા 400થી વધુ લોકો મચ્છુ નદીના પાણીમાં પડ્યા હતા. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવા, ફાયર ફાઇટર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતી, જ્યાં લોકોના બચાવની કામગીરી માટે રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, તંત્રની બેદરકારીના કારણે આ ઘટના સર્જાય હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો.
મોરબીમાં સર્જાય મોટી "દુર્ઘટના" : ઝુલતો પુલ તૂટી પડતાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા...
પુલ તૂટી પડતાં બ્રિજ પર રહેલા 400થી વધુ લોકો મચ્છુ નદીના પાણીમાં પડ્યા હતા. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવા, ફાયર ફાઇટર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
New Update
Latest Stories