ભારતભરમાંથી 600થી વધુ સ્પર્ધકોએ ગિરનારને સર કરવા મૂકી હતી દોટ, જુનાગઢના સ્પર્ધકે સતત 5મા વર્ષે મેદાન માર્યું

એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરતી અખિલ ભારત ગીરનાર આરોહણ સ્પર્ધામાં જુનાગઢના સ્પર્ધકે સતત 5મા વર્ષે મેદાન માર્યું છે.

New Update
ભારતભરમાંથી 600થી વધુ સ્પર્ધકોએ ગિરનારને સર કરવા મૂકી હતી દોટ, જુનાગઢના સ્પર્ધકે સતત 5મા વર્ષે મેદાન માર્યું

એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરતી અખિલ ભારત ગીરનાર આરોહણ સ્પર્ધામાં જુનાગઢના સ્પર્ધકે સતત 5મા વર્ષે મેદાન માર્યું છે. ગુજરાતના સૌથી ઉંચા પર્વત ગીરનાર ખાતે 15મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાય હતી. જેમાં વહેલી સવારે 6 વાગ્યે ભારતભરમાંથી આવેલા 600થી વધુ સ્પર્ધકો ગિરનારને સર કરવા દોટ મૂકી હતી. આ સ્પર્ધામાં જુનાગઢના લાલાભાઈ પરમારે સિનિયર કેટેગરીમાં જીત મેળવી છે. લાલાભાઈ પરમાર સતત અને છેલ્લા 5 વર્ષથી આ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવે છે.

યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધામાં જમ્મુ કશ્મીરના ઉરીથી આવેલા સ્પર્ધકો ગિરનાર સર કરવા સાહસ દાખવ્યું હતું, સાથે જ નજીકના પ્રવાસન સ્થળોની સફરનો આનંદ પણ માણ્યો હતો. તેઓએ જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા આયોજિત આવી સ્પર્ધા થકી યુવાનોમાં સાહસ-સમર્પણ જેવા ગુણ કેળવાય છે.

આ આરોહણ સ્પર્ધાએ દેશભરમાંથી અલગ અલગ સ્પર્ધકો વચ્ચે બંધુતા અને પરસ્પર પ્રેમની ભાવનાને જાગૃત કરે છે. તેનું ઉદારહણ જોઈએ તો જમ્મુ-કાશ્મીરના ઉરીથી આવેલા ઈમરાન અશરફ અને જુનાગઢના લાલા પરમાર વચ્ચેની મૈત્રી છે. ઈમરાન જુનાગઢના લાલા પરમારની પ્રશંસા કરતાં જણાવે છે કે, લાલ પરમાર પર અમને ગર્વ છે, અને તેના જેવા યુવાનો દેશનું નામ રોશન કરશે. આ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યના સ્પર્ધકો પરસ્પર એકમેકમને મળીને "એક ભારત શ્રેષ્ઠ ભારત"ના સંદેશને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યુ હતું.

Latest Stories