ગાંધીનગર : વિશ્વના 200થી વધુ દેશોમાં એક્સપોર્ટ થશે, સરકાર અને અમેઝોન ઈન્ડિયા વચ્ચે MoU

ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે એમઓયુ, મેઇડ ઇન ગુજરાતની બ્રાન્ડને વધુ મજબુત બનાવાશે.

New Update
ગાંધીનગર : વિશ્વના 200થી વધુ દેશોમાં એક્સપોર્ટ થશે, સરકાર અને અમેઝોન ઈન્ડિયા વચ્ચે MoU

રાજયના લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમની પ્રોડકટને વિશ્વના 200 દેશો સુધી પહોંચાડી શકે તે માટે ગુજરાત સરકાર અને એમેઝોન ઇન્ડીયા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતાં.

ગુજરાત સરકાર અને એમેઝોન ઇન્ડિયા વચ્ચે એક એમઓયુ સાઇન કરવામાં આવ્યો છે. જે અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની 'મેડ ઈન ઇન્ડિયા'-'મેડ ઇન ગુજરાત' પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે અને વોકલ ફોર લોકલની નેમ સાકાર થશે.એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ, જેમ્સ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ વિવિધ દેશોના ગ્રાહકો સુધી પહોંચાડશે. 2020-21ના વર્ષમાં ગુજરાત દેશની કુલ નિકાસમાં 21 ટકા યોગદાન સાથે એક્સપોર્ટ ક્ષેત્રે દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે.

હવે ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબીનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં પહોચડવામાં સહાયરૂપ બનશે 17 દેશોમાં કાર્યરત એમેઝોનના ડીજીટલ માર્કેટ પ્લેસ ગુજરાતના MSME એકમો માટે બિઝનેસ ટુ કસ્ટમર્સ (B2C), ઇ-કોમર્સ એક્સપોર્ટની એટલે કે નિકાસ દ્વારા ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેતુસર આગામી દિવાળી પૂર્વે રાજ્યના ચાર રીજીયનમાં એમ.એસ.એમ.ઇ માટે એમેઝોન તાલીમ કાર્યક્રમો શરૂ કરે તેવું પ્રેરક સૂચન પણ કર્યું હતું.

Latest Stories