/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/Shaktisinh-gohit.jpg)
રાજ્યસભાના સભ્યશક્તિસિંહ ગોહિલેહાઈકોર્ટમાં ન્યાયાધીશોની23 ખાલી જગ્યાઓ ભરાતી ન હોવાનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. અનેકેન્દ્ર સરકારે લેખિતજવાબમાં આ વાતનો સ્વીકાર કર્યો છે.
ગુજરાતમાં કોર્ટમાં કેસની સંખ્યામાં ઘણીમોટી છે. લોકોને ઝડપી ન્યાય મળે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે તેવોદાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પણ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 45 ટકા જગ્યાઓ ખાલી પડી છે. ન્યાયાધીશોની ખાલી જગ્યાઓને કારણે ન્યાયમેળવવા ઇચ્છુક લોકો માટે સતત તારીખ પડી રહી છે.
રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે આ મામલે જણાવ્યું કે, સુપ્રિમકોર્ટનાકોલેજીયમની ભલામણ કરાયા બાદ પણ ભાજપની કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરીનેકોલેજીયમના નિર્ણયને વિલંબિત કરી રહી છે.શક્તિસિંહે આ મુદ્દે પોતાના X હેન્ડલ પર પણ પોસ્ટ કરીને માહિતી આપી હતી,અને વહેલી તકે કેન્દ્ર સરકાર આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.