સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત હાઈકોર્ટમાં જજની ખાલી જગ્યાઓ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો

રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે  હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 23 ખાલી જગ્યાઓ ભરાતી ન હોવાનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો.

ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આપ્યું રાજીનામું
New Update

રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે  હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 23 ખાલી જગ્યાઓ ભરાતી ન હોવાનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. અને કેન્દ્ર સરકારે લેખિત જવાબમાં આ વાતનો સ્વીકાર કર્યો છે.

ગુજરાતમાં કોર્ટમાં કેસની સંખ્યામાં ઘણી મોટી છે. લોકોને ઝડપી ન્યાય મળે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પણ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 45 ટકા જગ્યાઓ ખાલી પડી છે. ન્યાયાધીશોની ખાલી જગ્યાઓને કારણે ન્યાય મેળવવા ઇચ્છુક લોકો માટે સતત તારીખ પડી રહી છે.

રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે આ મામલે જણાવ્યું કેસુપ્રિમકોર્ટના કોલેજીયમની ભલામણ કરાયા બાદ પણ ભાજપની કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરીને કોલેજીયમના નિર્ણયને વિલંબિત કરી રહી છે.શક્તિસિંહે આ મુદ્દે પોતાના X હેન્ડલ પર પણ પોસ્ટ કરીને માહિતી આપી હતી,અને વહેલી તકે કેન્દ્ર સરકાર આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

#Gujarat #CGNews #Gujarat High Court #raised #MP Shaktisinh Gohil #judge
Here are a few more articles:
Read the Next Article