Connect Gujarat
ગુજરાત

હિંમતનગર સિવિલમાં દર્દીઓ માટે MRI મશીનની સુવિધા ઉપલ્બધ, હવે દર્દીઓને ખાનગી MRI સેન્ટરમાં જવું નહિ પડે

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય અને સાંસદના હસ્તે MRI મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

X

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય અને સાંસદના હસ્તે MRI મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેને લઈને હવે દર્દીઓને ખાનગી MRI સેન્ટરમાં વધુ ફી ખર્ચ કરવી પડશે નહિ ઉપરાંત PMJAY અને BPL ના દર્દીઓને ફ્રી MRI ની સેવા મળશે.

હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન બાદ આજથી MRI સેવાનો પ્રારંભ થયો છે. સિવિલ હોસ્પિટલના દર્દીઓને ખાનગી MRI સેન્ટરમાં MRI ની મસમોટી રકમ ખર્ચ કરવી પડતી હતી. જેને લઈને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.જેને લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલને MRI મશીન ફાળવવામાં આવ્યું હતું. ત્યારબાદ મશીન ઇન્સ્ટોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે પૂર્ણ થયા બાદ તેનું લોકાર્પણ સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, શામળાજી વિષ્ણુમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સિધાર્થભાઈ પટેલ અને જીલ્લા કલેકટર નૈમેષ દવેએ રીબીન કાપી MRI મચીન દર્દીઓની સેવામાં ખુલ્લુ મૂક્યું હતું જોકે રાજ્ય સરકાર દ્વારા અંદાજે 10 કરોડથી વધુનું MRI મશીન ફાળવ્યું હતું. જેથી દર્દીઓની સગવડમાં વધારો થયો છે જેથી દર્દીઓને ખાનગી સેન્ટરમાં વધુ રકમ ખર્ચ કરવી પડશે નહિ. સિવિલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રેડિયોલોજી વિભાગમાં MRI મશીન કાર્યરત થયું છે. જેથી BPL અને PMJAY ના દર્દીઓને આ સેવા મફત મળશે. બાકીના દર્દીઓ માટે સાદુ MRI કરાવવા રૂ 2000 અને કોન્ટ્રાસ MRI કરાવવા માટે રૂ 2200 ફી થશે તો બહાર થી પણ કોઈ દર્દીને MRI સેવા જોઈતી હોય તો પણ આ ફી માં મળશે.

Next Story