ભાવનગર: મહુવાના હબીબ વાલજી સોસાયટીમાં બુટલેગરની તેના ઘરમાં જ હત્યાથી અરેરાટી વ્યાપી

ભાવનગર જિલ્લાના મહુવા ખાતેની હબીબ વાલજી સોસાયટીમાં રહેતા બુટલેગરનું  તેના ઘરમાં જ ઘૂસીને અજાણ્યા શખ્સોએ ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી

New Update

ભાવનગર જિલ્લાના મહુવા ખાતેની હબીબ વાલજી સોસાયટીમાં રહેતા બુટલેગરનું  તેના ઘરમાં જ ઘૂસીને અજાણ્યા શખ્સોએ ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસે ઘટના અંગે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

ભાવનગર જિલ્લાના મહુવા ખાતેની હબીબ વાલજી સોસાયટીમાં રહેતા અલ્તાફ દોઢીયા દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો,મોડી રાત્રીએ તે પોતાના ઘરમાં જ હતો તે અરસામાં બે અજાણ્યા શખ્સો તેના ઘરમાં ઘુસ્યા હતા,અને તીક્ષ્ણ હથિયાર વડે અલ્તાફ દોઢિયા પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.ઘટના બાદ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.બનાવ સંદર્ભે મહુવા પોલીસે ફરિયાદ દર્જ કરીને અજાણ્યા બે હત્યારાઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.પોલીસે હત્યા પાછળનું કારણ જાણવા માટે અને તલસ્પર્શી તપાસ અર્થે FSLની મદદ પણ લીધી હતી.   
Read the Next Article

અમરેલી : કુકાવાવ નાકા નજીક ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ..!

ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું

New Update
  • શહેરમાં બિનધિકૃત દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર

  • કુકાવાવ નાકા નજીક કરાયા ગેરકાયદેસર બાંધકામ

  • ગેરકાયદેસર બાંધકામ સામે ડિમોલેશન હાથ ધરાયું

  • 310 મીટર જેટલી જગ્યા વહીવટી તંત્રએ ખુલ્લી કરી

  • પોલીસ, PGVCLને સાથે રાખી ડિમોલેશન હાથ ધરાયું

અમરેલીના કુકાવાવ નાકા નજીક કરાયેલ ગેરકાયદેસર બાંધકામ સામે 45ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી 310 મીટર જેટલી જગ્યા તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી.

અમરેલી શહેર તથા જીલ્લામાં કરાયેલા બિનધિકૃત દબાણો પર હાલ દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છેત્યારે અમરેલીના કુકાવાવ નાકા નજીક ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક ગેરકાયદેસર દીવાલ સાથે કરાયેલ બાંધકામને તંત્રએ તોડી પાડ્યું હતું.

પાલિકા તંત્રએ પોલીસ વિભાગ, PGVCL સહિતની ટીમને સાથે રાખી ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કુકાવાવ નાકા પર કોર્નરની 310 મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તો બીજી તરફવહીવટી તંત્રની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.