કચ્છ : ભચાઉમાં NDPSના ગુના હેઠળ જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ નષ્ટ,રૂ.1 કરોડના માદક પદાર્થનો કરાયો નાશ

નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છના પાંચ પોલીસ સ્ટેશનના 27 જુદા જુદા કેસમાં જપ્ત કરાયેલા માદક પદાર્થોનો નાશ કરાયો હતો. આ મુદ્દામાલની કિંમત રૂ.1 કરોડ 23 હજાર આંકવામાં આવી

New Update
  • કચ્છ પોલીસની માદક પદાર્થ અંગે કાર્યવાહી

  • નશીલા પદાર્થના જથ્થાનો કરાયો નાશ 

  • સૌરાષ્ટ્ર એનવાયરો પ્રોજેક્ટ લી.કરાયો નાશ

  • પૂર્વ કચ્છ એસપીના માર્ગદર્શન હેઠળ કરાઈ કાર્યવાહી

  • રૂ.1 કરોડ ઉપરાંતના ડ્રગ્સનો કરાયો નાશ

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ મથક વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એનવાયરો પ્રોજેક્ટ લિ. કંપનીમાં માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ મથક વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એનવાયરો પ્રોજેક્ટ લિ. કંપનીમાં માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છના પાંચ પોલીસ સ્ટેશનના 27 જુદા જુદા કેસમાં જપ્ત કરાયેલા માદક પદાર્થોનો નાશ કરાયો હતો. આ મુદ્દામાલની કિંમત રૂ.1 કરોડ 23 હજાર આંકવામાં આવી છે.

નાશ કરાયેલા મુદ્દામાલમાં 321 કિલો જેટલો ગાંજોડ્રગ્સકોકેઇનહેરોઇન અને મેફેડ્રોન સહિતનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાએસઓજી પીઆઈ ડી.ડી. ઝાલા અને લાકડીયા પીઆઈ જે.એમ. જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

Latest Stories