સોમનાથ : 30 કરોડ રૂપિયાના પ્રોજેકટસનું લોકાર્પણ, શિવ જ વિનાશમાં વિકાસની સંભાવનાઓ આપે છેઃ નરેન્દ્ર મોદી

સોમનાથમાં 45 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો વોક -વે, મહારાણી અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ થયું મંદિર.

New Update
સોમનાથ : 30 કરોડ રૂપિયાના પ્રોજેકટસનું લોકાર્પણ, શિવ જ વિનાશમાં વિકાસની સંભાવનાઓ આપે છેઃ નરેન્દ્ર મોદી

શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ખાતે વોક- વે સહિતના પ્રોજેકટનું ઇ- લોકાર્પણ કર્યું હતું. ખાસ કરીને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી અરાજકતા બાબતે વડાપ્રધાને આડકતરી રીતે જણાવ્યું હતું કે, શિવ જ વિનાશમાં વિકાસની સંભાવનાઓ આપે છે.

અરબી સમુદ્રના તટે વસેલાં સોમનાથ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. સોને મઢેલા આ મંદિરને અનેક વખત વિદેશી શાસકોએ લુંટયું છે પણ સોમનાથ મંદિર આજે નવા રૂપ અને રંગ સાથે ઉભરી આવ્યું છે. સોમનાથ મહાદેવના દર્શને આવતાં શ્રધ્ધાળુઓ અરબી સમુ્દ્રના કિનારે મનોરંજન માણી શકે તે માટે અંદાજે 45 કરોડ રૂપિયાના ખર્ચથી વોક- વે બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જુના સોમનાથ તરીકે ઓળખાતા અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ કરાયું છે. સોમનાથ દાદાની ધરા સ્વચ્છ અને સુંદર રહે તે માટે ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવાયો છે.

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતાં જયારે સોમનાથ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના પુર્વ ગૃહમંત્રી લાલકુષ્ણ અડવાણીએ 1992માં રથયાત્રા કાઢી હતી અને ત્યારથી સોમનાથ મહાદેવનું મંદિર પણ ચર્ચામાં આવી ગયું હતું. આજના કાર્યક્રમમાં તમામ નેતાઓએ લાલકૃષ્ણ અડવાણીને યાદ કર્યા હતાં. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શિવ જ વિનાશમાં વિકાસની સંભાવનાઓ આપે છે અને સમય મુજબ આવતી પરિસ્થિતિને લડવાની હિંમત પણ શિવ જ આપે છે. સોમનાથ મંદિર હજારો વર્ષોથી પ્રેરણા આપી રહ્યું છે. આસ્થાને આંતકથી કચડી શકાતી નથી, એનું પ્રતીક સોમનાથ મંદિર છે.

Latest Stories