/connect-gujarat/media/post_banners/e13d0d02dd8b14d3c50aa4a2b5c5a43a92eba9693f847ff2f9e7840dfcdaf3ac.jpg)
કરજણ નદી કિનારે આવેલ ઐતિહાસિક તલકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. ડેડીયાપાડા અને સાગબારામાં 21 ઇંચ પડતા કરજણ ડેમમાંથી પુર આવ્યું છે અને કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ થઇ રહયું છે.જેને લઈને ભકતોમાં નિરાશા વ્યાપી હતી.
નર્મદામાં અતિભારે વરસાદને કારણે ડેડીયાપાડા અને સાગબારામાં 21 ઇંચ પડતા કરજણ નદીમાં પૂર આવ્યા હતા અને જેને કારણે નદી કાંઠા વિસ્તારોમાં ભારે નુકશાની થઇ જયારે કરજણ નદી પાસે આવેલ તલકેશ્વર મહાદેવ મંદિર ભગવાન સહિત કરજણ નદીમાં જલસમાધી લીધી હતી. આ મહાદેવ સહીત અન્ય નંદી ,પાર્વતી ,હનુમાન સહીત નદીમાં જળસમાધિ લેતા ભક્તોમાં નિરાશા વ્યાપી હતી. પરંતુ 15 દિવસથી મહાદેવ અને તેમના પરિવારને શોધવા ભક્તોએ કમર કશી હતી અને જેમને નદીમાંથી શોધી નાખવામાં સફરતા મળી અને આ મહાદેવ સહીત તમામ મંદિર ની મૂર્તિઓ મળતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો જોકે વારંવાર સ્થાનિકોની રજુવાત કરતા આવ્યા છે કે કરજણ નદી પાસે પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવે તો કાયમ આ જે ધોવાણ થાય છે જે અટકી શકે પરંતુ તંત્રનું પેટનું પાણી ન હલતા સ્થાનિકોમાં રોષ છે, ત્યારે હવે ભક્તોની માંગ છે કે વહેલી તકે નદી કિનારે પ્રોટેક્શન દીવાલ અને મંદિર બનાવે જેથી ફરી ભક્તો મહાદેવની પૂજા અને ભક્તિ કરી શકાય..