Connect Gujarat
ગુજરાત

નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલાયા, કાંઠા વિસ્તારો એલર્ટ મોડ પર...

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખૂલતાં પાણીની આવક 9.38 લાખ ક્યૂસેક થવા પામી છે.

X

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખૂલતાં પાણીની આવક 9.38 લાખ ક્યૂસેક થવા પામી છે. આ સાથે જ નર્મદા ડેમની સપાટી 136.88 મીટરે પહોંચતા નર્મદા, ભરૂચ સહિત વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં ધરખમ પાણીની આવક થઈ રહી છે. આથી નર્મદા ડેમની સપાટી 136.88 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 11,68,235 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. આથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખૂલતાં પાણીની આવક 9.38 લાખ ક્યૂસેક થવા પામી છે. રિવરબેડ પાવર હાઉસમાંથી 41,919 ક્યૂસેકની જાવક છે. તેવામાં ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પૂરની વધારે અસરને ખાળવા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ, નર્મદા, ભરૂચ સહિત વડોદરા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને પૂરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાવાની શક્યતાઓને નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે સંપૂર્ણ ડેમ ભરાવામાં 3.26 મીટરનું છેટું છે. પાણીની ધરખમ આવકથી ડેમ છલોછલ થાય તો પણ નવાઈ નહીં. તો બીજી તરફ, ઈન્દિરાસાગર ડેમના 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, તેમજ પાવર હાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.

Next Story