નર્મદા : સરદાર સરોવર ડેમની સપાટીમાં દર કલાકમાં 4 થી 5 સેમીનો વધારો, PM Modiને જન્મદિવસે અપાશે ભેટ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં હાલ ઉત્તરો ઉત્તર વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી નર્મદા ડેમના વધામણાં કરવા આવી શકે માટે તંત્ર એ પણ જેની તૈયારી શરૂ કરી દીધી છે.

New Update

નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમની સપાટીમાં હાલ ઉત્તરો ઉત્તર વધારો નોંધાઇ રહ્યો છે અને હાલ નર્મદા ડેમની સપાટી દર કલાકેમાં 4 થી 5 સેમીનો વધારો નોંધાઇ રહ્યો છે અને હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.17 મીટરે પહોંચી ગયો છે. આજે પણ પાણીની આવક 50214 ક્યુસેક થઈ રહી છે ત્યારે હાલ રાજ્યના સીએસ પંકજ કુમાર કેવડિયાની મુલાકાતે આવ્યા છે આજે સીએસ પંકજ કુમાર SSNLના અધિકારીઓ સાથે મિટિંગ કરી નર્મદા ડેમ વિશે માહિતી મેળવી હતી, ત્યારે આવનારી 17 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીની જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે આ નર્મદા ડેમને જેની મહત્તમ સપાટી 138.68 મીટરે ભરાશે.

હાલ નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 6.75 મીટર બાકી છે અને પીએમ ના જન્મદિવસે આ ડેમ પૂર્ણ મહત્તમ સપાટી સુધી ભરાય જશે એવું લાગી રહ્યું છે અને એવી પણ શક્યતા તો છે કે પીએમ નરેન્દ્ર મોદી નર્મદા ડેમના વધામણાં કરવા આવી શકે માટે તંત્રને પણ તેની તૈયારી શરૂ કરી દીધી છે.

Latest Stories