નર્મદા: એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસો.અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન

એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક અધિવેશનનો પ્રારંભ કરાયો હતો.

નર્મદા: એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસો.અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન
New Update

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક અધિવેશનનો પ્રારંભ કરાયો હતો.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા ૧૫માં વાર્ષિક અધિવેશનનો પ્રારંભ થયો હતો.અધિવેશનમાં સહભાગી થયેલા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પના પરિણામે પૂર્વોત્તર રાજ્યોમાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓના કારણે આ સાત રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે અને તેના કારણે સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક સંપદા ધરાવતા પ્રદેશોમાં સુવિધાઓ વધતા સહુલિયતમાં વૃધ્ધિ થઈ છે.નર્મદા ડેમ અને સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાનાં કારણે અહી દેશ વિદેશમાં પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો તે જોઈ શકાય છે.

#Gujarat #CGNews #Narmada #Ektanagar #joint initiative #Adventure Tour Operator Assoc #Gujarat Tourism Corporatio
Here are a few more articles:
Read the Next Article