Connect Gujarat
ગુજરાત

નર્મદા : બેંકમાં થતી છેતરપિંડી અને ભ્રષ્ટાચારને ડામવા વાવડી ગામે કરાયું વિજિલન્સ અવેરનેસ સપ્તાહનું આયોજન...

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામે બેંક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે વિજિલન્સ અવેરનેસ સપ્તાહ યોજાયો હતો.

X

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામ ખાતે બેંક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે વિજિલન્સ અવેરનેસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામે બેંક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે વિજિલન્સ અવેરનેસ સપ્તાહ યોજાયો હતો. આ સાથે જ સરદાર પટેલ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પહેલા નડિયાદથી 148 કિલોમીટરની રેલી શરૂ થઈ હતી. જેમાં વોકાથોન અને બાઇક રેલીનો સમાવેશ થાય છે. નડિયાદથી ઉત્તરસંડા સુધીની વોકથોન 7 કિલોમીટરનું અંતર કાપીને શરૂ થઈ હતી. જોકે, નર્મદા જિલ્લો ટ્રાઇબલ અને આદિવાસી જિલ્લો છે, ત્યારે આદિવસીઓ સાથે સાથે હાલ બેંક એકાઉન્ટમાં છેતરપિંડીના કિસ્સા વધતા જાય છે. જેની જનજાગૃતિ માટે વિજિલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે શહેરની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં થતાં બેન્ક ફ્રોડ તેમજ બેન્કોમાં નાની મોટી લોન બાબતે થતો ભ્રષ્ટાચાર રોકવા સૌ કોઈને જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી.

Next Story