Connect Gujarat
ગુજરાત

નર્મદા: રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાં અંબામાંના મંદિરે બાલિકા ગરબા મહોત્સવનું આયોજન કરાયું....

ગુજરાતનું ગૌરવ ગરબાએ ગુજરાતીના રોમમાં રોમ મા જન્મ જાત વસેલા હોય છે. વળી હાલ ગરબાની મોસમ એટલે કે દુનિયાનો સૌથી મોટો નૃત્યોત્સવ નવરાત્રિ ચાલી રહ્યો છે

X

હાલ ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં નાના મોટા સૌ કોઈ ગરબાના તાલે જૂમી રહ્યા છે ત્યારે નર્મદાના રાજપીપળામાં સંસ્કાર યુવક મંડળ કાછીયાવાડ વિસ્તારમાં અંબામાતાજીના મંદિરે બાલિકા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતનું ગૌરવ ગરબાએ ગુજરાતીના રોમમાં રોમ મા જન્મ જાત વસેલા હોય છે. વળી હાલ ગરબાની મોસમ એટલે કે દુનિયાનો સૌથી મોટો નૃત્યોત્સવ નવરાત્રિ ચાલી રહ્યો છે ત્યારે માં શક્તિની આરાધનાના પર્વે સહુ કોઈ ગરબા રમવામાં તલ્લીન થઇ જાય છે. અસલ બે તાલીના ગરબાએ હવે મસમોટા અવાજમાં વાગતા સંગીત સાથે કદમ મિલાવ્યા છે, ત્યારે મોટેરા તો મન મૂકીને આ ગરબા ગાઈ લે છે પણ નાના બાળકો પણ આ ગરબાથી વંચિત ના રહે અને ગુજરાતની આ ઓળખને નાનપણથી જ સમજે અને સ્વતંત્ર રીતે ગરબે રમી શકે તે માટે નર્મદાના રાજપીપળામાં સંસ્કાર યુવક મંડળ કાછીયાવાડ વિસ્તારમાં અંબામાતાજીના મંદિરે બાલિકા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 વર્ષથી માંડી 15 વર્ષની બાલિકાઓ પોતાની આગવી રીતભાતથી સ્વતંત્ર રીતે ગરબા રમેં છે સાથે દરેક બાલિકાને લાણી પણ આપવામાં આવતા બાલિકાઓ પણ હોંશેહોંશે ગરબા રમે છે અને અનેરો આનંદ મેળવે છે.

Next Story