Connect Gujarat
ગુજરાત

નર્મદા: કેવડીયા ખાતેથી ભાજપ વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશે,જુઓ કઈ મહત્વની યોજાશે બેઠક

બીજી સપ્ટેમ્બરના રોજ ગુજરાત ભાજપની કારોબારી સમિતિની બેઠક યોજાશે જેની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કેવડીયા ટેન્ટસિટી ખાતે આગામી તારીખ બીજી સપ્ટેમ્બરના રોજ ગુજરાત ભાજપની કારોબારી સમિતિની બેઠક યોજાશે જેની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે અત્યારથી રાજકીય પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી ગઈ છે.આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતી તૈયાર કરવા તેમજ પક્ષના મુદ્દાઓને લઇ ચર્ચા કરવા માટે ભાજપની પ્રદેશ કારોબારી કેવડિયા કોલોની ટેન્ટસિટી 2 ખાતે યોજાનાર છે.તારીખ બીજી સપ્ટેમ્બરે આ બેઠક મળશે. જેને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કેવડીયા ટેન્ટ સિટી ખાતે યોજાનાર બેઠકમાં કેન્દ્રિય પ્રધાન રાજનાથસિંહ,રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી,ડે.સી.એમ. નિતિન પટેલઆ,ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે ત્યારે આજરોજ તૈયારીઓની સમીક્ષા કરવા

પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ભાજપના નેતાઓ ટેન્ટસિટી ખાતે પહોંચ્યા હતા અને ચર્ચા વિચારણાઓ કરી હતી

Next Story
Share it