નર્મદા: એકતા નગર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગ કોન્ફરન્સનું આયોજન, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે કરાય ચર્ચા

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા એક દિવાસીય ઉદ્યોગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું

નર્મદા: એકતા નગર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગ કોન્ફરન્સનું આયોજન, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે કરાય ચર્ચા
New Update

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા એક દિવાસીય ઉદ્યોગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા એક દિવસીય ઉદ્યોગ 4.0 કોન્ફ્રન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સને દીપ પ્રાગટ્ય કરી કેન્દ્રીય ભારી ઉદ્યોગ મઁત્રી ડો.મહેન્દ્ર્નાથ પાંડેએ ખુલ્લી મુકી હતી. આકોન્ફરન્સમાં મંત્રી કૃષ્ણપાલ ગુજ્જર સહીત ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાયા હતા. આ કોન્ફ્રરન્સનો હેતુ ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવાનો છે અને તે માટે પ્રધાનમંત્રી મોદીની પ્રેરણાથી સમગ્ર ભારતમાં ડિજિટલ ક્રાંતિ સાથે ભારતને સજ્જ કરવામાં આવી રહ્યો છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Narmada #central government #organizes #Ekta Nagar #industry conference
Here are a few more articles:
Read the Next Article