Connect Gujarat
ગુજરાત

નર્મદા: એકતા નગર ખાતે ત્રણ દિવસની આરોગ્ય કોન્ફરન્સનો પ્રારંભ,સી.એમ. ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

સી.એમ.ભુપેન્દ્ર પટેલ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં આરોગ્ય કોન્ફરન્સનો પ્રારંભ થયો

X

એકતાનગર કેવડિયા ખાતે ત્રણ દિવસની આરોગ્ય વિભાગની કોન્ફરન્સનો આજથી શુભારંભ થયો છે આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેવડિયા હેલીપેડથી સીધા ટેન્ટ સીટી બેમાં પહોંચ્યા હતા આ ટેન્ટ સીટી ખાતે ઉપસ્થિત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આવકાર કર્યો હતો આ શિબિર બાદ મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે દેશમાં કોવીડ મેનેજમેન્ટ અને વેક્સીનેશન જે રીતે થયું છે તેનો અન્ય દેશો અભ્યાસ કરી રહ્યા છે.

અમે જીનોમ સિકવનસિસ પર ભાર આપી રહ્યા છે તેનાથી દેશનાં કયા ખૂણામાં કયો વેરિયન્ટ એક્ટિવ છે તેનો ખ્યાલ આવે છે અને તેને કંટ્રોલ કરીએ છીએ બાળકોના વેક્સીનેશનને મંજૂરી મળી ચૂકી છે.નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓફ ઇમ્યુનાઇઝેશન-એન્ટાગી નામનું એક્સપર્ટ ગ્રુપ આના પર જે સુઝાવ આપશે તેનાં થકી આગળ વધીશું.ભવિષ્યમાં પણ કોરોના ન ફેલાય તે માટે રાજ્યો સાથે સંપર્કમાં રહીને વૈજ્ઞાનિક રીતે માઇક્રો મેનેજમેન્ટ કરીને કોરોનાને રોકવા પ્રયત્નો કરવામાં આવશે.

Next Story
Share it