Connect Gujarat
ગુજરાત

નર્મદા : એકતાનગરની એડમીન બિલ્ડિંગમાં થયો 'કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક', અંતે મોકડ્રિલ જાહેર થતાં લોકોને રાહત

નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એકતાનગર ખાતે 'કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક' અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

નર્મદા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એકતાનગર ખાતે 'કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક' અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના એકતાનગરના એડમીન બિલ્ડિંગ ખાતે કાઉન્ટર ટેરેરિસ્ટ એટેક અંતર્ગત મોકડ્રીલ યોજાય હતી. આ મોકડ્રીલ દરમ્યાન એકતાનગરના એડમિન બિલ્ડિંગમાં કેટલાક આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનો સંદેશો સ્થાનિક પોલીસને મળતા સ્થાનિક પોલીસ દ્વારા એડમીન બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ સંધ્યાકાળ થતાં આતંકવાદીઓએ બિલ્ડિંગ સહિત આજુબાજુની જગ્યાએ અંધારપટ કરી દેતા ઘોર અંધારું છવાયું હતું, ત્યારે પોલીસને કવાયત મુશ્કેલ બની હતી. પરંતુ પોલીસે NSG કમાન્ડોની મદદ માંગતા 11 જેટલા ડીવાયએસપી કક્ષાના જવાનો, 16 સબ ઇન્સ્પેક્ટર કક્ષાના જવાનો અને 116 કમાન્ડોએ મોડી રાત્રિ સુધી કવાયત હાથ ધરી બાજી સંભાળી હતી. આ ઓપરેશનમાં ચેતક કમાન્ડો, ડોગ સ્કવોર્ડ અને સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. આ સાથે જ એકતાનગરના એડમીન બિલ્ડિંગમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની વાતે પંથકમાં ભારે અફરાતફરી મચી હતી. અંતે મોકડ્રિલ જાહેર થતાં લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો. પરંતુ આ એક મોકડ્રિલ હતી કે, જ્યારે આતંકવાદી હુમલો થાય તો બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય.

Next Story