નર્મદા: ભરૂચ જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું જેમાં નવી શિક્ષણ નીતિ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

નર્મદા: ભરૂચ જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું
New Update

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ભરૂચ જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું જેમાં નવી શિક્ષણ નીતિ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ BRG એકોમોડેશન ખાતે ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિવેશનમાં શૈક્ષણિક અને વહીવટી કામગીરીની ચર્ચા સાથે નિવૃત્ત આચાર્યોનું સન્માન અને આચાર્યોના તેજસ્વી સંતાનોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો "સાંપ્રત પ્રવાહ નવી શિક્ષણ નીતિમાં આચાર્યની ભૂમિકા" વિષય પર તજજ્ઞો દ્વારા ચિંતન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પરીક્ષા સમિતિના અધ્યક્ષ બી.એન.રાજગોર સહિતના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

#Connect Gujarat #BeyondJustNews #Narmada #Bharuch District #Educational #Acharya Sangh #administrative #session
Here are a few more articles:
Read the Next Article