નર્મદા : તમામ ડેમ ઓવર-ફ્લો થતાં 19 ગામોના ખેડૂતોને મળશે સિંચાઇના પાણીનો લાભ...

ધોધમાર વરસાદના કારણે તમામ ડેમ થયા ઓવર-ફ્લો, ડેમમાં હાલ 8.85 ક્યુબિક મિલીયન લિટર પાણીનો સંગ્રહ

New Update
નર્મદા : તમામ ડેમ ઓવર-ફ્લો થતાં 19 ગામોના ખેડૂતોને મળશે સિંચાઇના પાણીનો લાભ...

નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે તમામ ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં સાગબારા તાલુકાના 2 ડેમો ઓવર-ફલો થતાં ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ 19 જેટલા ગામોને ખરીફ, રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.

સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં વરસેલા ભારે વરસદના કારણે સાગબારા તાલુકા અને નાના કાકડીઆંબા ડેમ ઓવર-ફલો થતાં ડેમ પાણીથી સંપૂર્ણ ભરાય ગયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા 8.85 ક્યુબિક મિલીયન લિટર પાણીના જથ્થાનો હાલ સંગ્રહ છે, ત્યારે નર્મદા જિલ્લાના 3 ડેમ જેમાં કરજણ ડેમ, કાકડીઆંબા ડેમ અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો થઇ જતાં આવનારા દિવસોમાં આસપાસના 19 જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીની સુવિધાનો લાભ મળશે. તો બીજી તરફ નર્મદા જિલ્લા વહિવટી તંત્ર તરફથી સભંવત: અસરગ્રસ્ત ગામના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.